ચિકિત્સાલય
શહેરથી દૂર સ્થિત એવી આ વિશાળ આવાસીય સંસ્થામાં પ્રણાલિકાગત એક ચિકિત્સાલય (દવાખાનુ) પણ છે. અનુભવી ડોકટર તથા કંપાઉડરની સહાયથી છાત્રોના આરોગ્યની ચેાવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે. અસ્વસ્થ છાત્રોને ચિકિત્સાલયમાં રાખી, ડોકટરનાં સૂચનાનુસાર ઔષધિ, ભેાજન આદિ પ્રબંધ કરવામાં આવે છે.