આર્ય દર્શન

પ્રગતિશીલ શૈક્ષણિક સંસ્થાને પેાતાનું ‘વાર્ષિક પત્ર’ હોવું એ અત્યંત અવકારદાયક હકીકત મનાય છે, તે પ્રમાણે સંસ્થાએ ઓગષ્ટ, ૧૯૭૩ થી ‘આર્યદર્શન’ નામક સંસ્થા મુખપત્ર શરૂ કર્યું છે. ‘આર્યદર્શન’ માં સંસ્થામાં થતી વિવિધ પ્રવૃત્તિઓ, પર્વ ઉજવણી તેમજ સાંસ્કારિક પ્રવૃતિઓ ઈત્યાદિ સમાચાર છપાય છે. તદુપરાંત સંસ્થામાં રહી અભ્યાસ કરતા બ્રહ્મચારીઓની અધ્યાપકોની અને અધિષ્ઠાતાઓની કૃતઓ પણ એમાં છપાતી હોવાથી બ્રહ્મચારીના, અધ્યાપકોના અને અધિષ્ઠાતાઓના અભ્યાસને રચનાત્મક એવં સર્જનાત્મક વિકાસ શકય બને છે. બહારના અન્ય કવિ, લેખકો, મનીષીઓ, અને શિક્ષણશાસ્ત્રીઓની કૃતિઓ પણ પ્રસિદ્ધ થતી રહે છે .