Gaushala

ગુરૂકુલમાં ગૌશાળા હોવી એ તો તેનું પ્રધાન આવશ્યક લક્ષણ છે. તદનુસાર સંસ્થામાં વિશાળ ગૌશાળા છે જેથી છાત્રોને તાજું શુદ્ધ દૂધ આપી શકાય છે. ગીર આદિ ગાયો વસાવવામાં આવી છે. પશુ મુક્ત રીતે વિહાર કરી શકે તે માટે વિશાળ ગૌશાળા સમક્ષ લોખંડના સળિયાથી આબદ્ધ વાડો પણ બનાવવામાં આવ્યો છે. પશુ-આહાર રાખવા માટે ગૌશાળા–ગોડાઉન પણ બનાવવામાં આવ્યુ છે. પશુ – આહાર માટેનું ઘાસ વગેરે ‘સેવાસણ’ ની જમીનમાં ઉત્પન્ન થાય છે. હાલમાં ગૌશાળામાં પશુઓની કુલ સંખ્યા ૬૦ છે. ગૌશાળાધ્યક્ષ અને ગૌસેવકોનાં સહકારથી તેની સુંદર દેખભાળ કરવામાં આવે  છે.

Gallery