લોન્ડ્રી વિભાગ

ગુરુકુલ નાં બ્રહ્મચારીયોને સ્વસ્થ સુગડ વસ્ત્રોની સફાઈ માટે આધુનિક મશીન (વાશિંગ મશીન) થી યુક્ત લોન્ડ્રી વિભાગ ઉપલબ્ધ છે.  

ઉપસંહાર :

ઉપરોક્ત સુવિધા ઉપરાંત સસ્થામાં એક સાથે અઢીસો વ્યકિત સ્નાન કરી શકે તેવું વિશાળ સ્નાનાગાર છે. સંસ્થાની પેાતાની દળવાની ઘંટી છે. છાત્રો વધુ સ્વચ્છ રહી શકે તે માટે સંસ્થામાં ધોબી પણ રાખવામાં આવ્યા છે. છાત્રો માટે સપ્તાહમાં બે દિવસ વાળદ પણ આવે છે. સંસ્થામાં ભૂગર્ભ ગટર યોજનાનું પણ અમલીકરણ થયેલું છે. વિશાળ કૂવો, ટ્યુબવેલ પમ્પો અને પાણીની ટાંકી દ્વારા સંસ્થામાં નળ – યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

પ્રાચીન ગુરુકુલીય સંસ્મરણોને તાજા કરે તે રીતે અહીં પાંચ સૌ બ્રહ્મચારી સમૂહમાં બેસી મન્ત્રોચ્ચાર સહ ‘સંધ્યા -હવન’ અને સત્સંગ કરી શકે તદર્થ સંસ્થામાં અષ્ટકોણાકારમાં એક વિશાળ યજ્ઞશાળાનું નિર્માણ થયેલું છે.

હાલમાં સંસ્થાના પ્રત્યેક વિવિધ વિભાગેા મળી કુલ ૬૦ જેટલા સેવક સંસ્થામાં કાર્યરત છે. સંસ્થાના દરેક વિભાગોના, તેના સેવકગણોનાં અને આતિથ્ય અંગેનાં  વિશાળ ખર્ચ સંસ્થા દાન નિભાવ પરજ ચાલે છે.