Activities

ગુરૂકુલ સૂપાની વિશેષતાઓ :

  1. આપનો બાળક ચોવીસે કલાક ગુરુજનોના સંસર્ગમાં રહે છે.
  2. સભાઓ, તહેવાર અને ઉત્સવ આદિમાં ભાષણ, નિબંધ, સંવાદ, નાટક, સંગીત ચિત્રકલા, વિજ્ઞાન-પ્રવૃત્તિઓ વગેરેમાં ભાગ લઇ તેનો બૌધિક અને માનસિક વિકાસ કરવામાં આવે છે.
  3. ગુરૂકુલના આશ્રમીય જીવન દ્વારા સમૂહજીવનની ભાતૃભાવનો વિકાસ સાધી સમૂહજીવનની ભાવનાવાળો બને છે.
  4. નિયમિત રીતે પ્રત્યેક દિવસ સવારે અને સાંજે “સંધ્યા-હવન” સાથે રાષ્ટ્રભાવના અને ધાર્મિક ઉપદેશોથી આધ્યાત્મિકમાર્ગ તરફ વળી શકે તેવા પ્રયત્નો કરવામાં આવે  છે.
  5. સામૂહિક યોગ, મેડીટેશન, સંધ વ્યાયામ, વ્યકિતગત યોગાસન, વિવિધ પ્રકારની સામૂહિક રમતગમતો દ્વારા તેનેા શારીરિક, આત્મિક અને સામાજિક વિકાસ સાધિ શકે છે.
  6. ‘સાદુ જીવન અને ઉચ્ચ વિચાર’ સાથે પ્રકૃતિ મંડિત સરિતા તટની ચોખ્ખી હવા, ચેાખ્ખા દૂધ – ઘી દ્વારા સાત્વિક તેમજ પૌષ્ટિક ભોજન એ ગુરૂકુલની વિશેષતા છે.
  7. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘વિશેષ શિક્ષણની’ ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે.
  8. ગુરૂકુલના વિદ્યાલય વિભાગમાં અનુભવી અને તાલીમ પામેલ શિક્ષણપ્રેમી અધ્યાપકોની નિમણૂક કરવામાં આવેલી છે. સરકારી ચિત્રકલા ગ્રેડ પરીક્ષાએ માટે અને સંગીતની પરીક્ષા માટે શાળા સમય બાદ વિશેષ – વર્ગો ચલાવવામાં આવે છે.
  9. ગુરુકુલમાં અભ્યાસ કરતા દરેક બ્રહ્મચારીની પરીક્ષાનું પરિણામ અહીં પ્રતિ વર્ષે પ્રગતિકારક રહેવા પામ્યું છે.
  10. જાતિ એવં સ્થિતિ ભેદ સિવાય યોગ્ય બ્રહ્મચારીને અત્રે નવપ્રવેશ આપવામાં આવે છે.
  11. સમૃદ્ધ પુસ્તકાલય, સુંદર પ્રાજેકટર, સ્માર્ટ ક્લાસ, આધુનિકતમ વિભિન્ન વિજ્ઞાન પ્રયોગશાળા, આધુનિકતમ કોમ્પ્યુટર લેબ અને લાઉડ-સ્પીકર આદિ આધુનિકતમ સુંદર દશ્ય-શ્રાવ્ય સાધનો છે. રાષ્ટ્રભાવના સભર માહિતી ચિત્રો એવં ‘સંસ્કારપ્રદ ચિત્રપટન (સિનેમા) ના આનંદવર્ધક કાર્યક્રમ પણ યેાજવામાં આવે છે.
  12. સંસ્થાના વિવિધ વિભાગોમાં અલગ અલગ કર્મચારીઓ કાર્ય કરે છે. તે પ્રમાણે વિદ્યાલયમાં અભ્યાસ કરાવનાર અધ્યાપકો અને આશ્રમમાં છાત્રોની સંપૂર્ણ દેખભાળ રાખનાર આશ્રમાધિષ્ઠાતા પણ અલગ છે. જેથી બ્રહ્મચારીયો પર વધારેમાં વધારે ધ્યાન આપવામાં આવે છે .
  13. સંસ્થાના વાલીઓ, શુભેચ્છકો અને મુલાકાતીઓ માટે સંસ્થામાં અતિથિઓ માટે નિઃશુલ્ક આવાસ, ભોજન, અલ્પાહાર વગેરેની આતિથ્યભાવના નીભાવામાં છે.