Visitor’s Diary

“આ ગુરુકુલ જોવાની મારી કેટલાક સમયની ઈચ્છા આજે પૂરી થઇ તેથી હું ઈશ્વરનો પાડ માનું છું. ગુરુકુલની વૃદ્ધિ થાઓ અને તેમાં વિદ્યાદાન લેતા બાળકો સાચા ધર્મ સેવક તેમજ દેશ સેવક થાઓ.”

  • મહાત્મા ગાંધીજી

“હું મગરૂરીથી કહું છું કે હિંદુ ધર્મ, રાષ્ટ્રીય કેળવણી અને બ્રહ્મચર્યનો સંગમ કોઈપણ સ્થળે હોય તો તે માત્ર ગુરુકુલમાં જ છે.”

  • સરદાર પટેલ

“ગુરુકુલ સુપના ૧૪માં વાર્ષિક મહોત્સવ નિમિત્તે પધારી આપેલ આર્શીવચન. આ સંસ્થાની સર્વાંગી સફળતા ઈચ્છું છું.”

  • કનૈય્યાલાલ મુનશી

“ગુજરાતના ધનિકોને મારી પ્રાર્થના છે કે પોતાના ધનથી આ ગુરુકુલને મદદ કરી કાર્યકર્તાઓને નિશ્ચિત બનાવે.”

  • રવિશંકર મહારાજ

“બ્રહ્મચારીઓના મોં પર ઉત્સાહ અને આનંદ જોઈ મને ખુબ સંતોષ થયો. આશા છે કે સાચા સેવક બનશે.”

  • મોરારજી દેસાઈ

“પૂ. મહર્ષિ દયાનંદ અને પૂ. શ્રધ્ધાનંદજીના પવિત્ર અને તેજાબી છાપથી પ્રભાવિત ગુરૂકુલના વિદ્યાર્થી સાચે જ ભાગ્યશાળી છે.”

  • હો. વે. શેષાદ્રિજી