આશ્રમવિભાગ

આશ્રમજીવન એ આવાસીય સંસ્થાઓનુ પ્રધાન અંગ હેાય છે. છાત્રો રાતદિન ‘ગુરૂ-શિષ્ય’ના પવિત્ર સંબંધમાં સંસ્થાની ગોદમાં ઉછરતા હોય છે. આશ્રમમાં કક્ષાનુસાર છાત્રોને રાખવામાં આવે છે. આશ્રમમાં બ્રહ્મચારીઓ પર રાતદિન સંભાળ રાખવા માટે પ્રત્યેક શ્રેણી પ્રમાણે અલગ અલગ અધિષ્ઠાતાઓ હોય છે. શ્રેણી મુજબ અધિષ્ઠાતાઓ છાત્રોની સંભાળ રાખી તેમના સ્વાધ્યાયમાં પણ માર્ગદર્શન આપે છે.

આશ્રમ જીવનની દિનચર્યા પ્રમાણે પ્રત્યેક છાત્ર માટે સવાર-સાંજ ‘સંધ્યા-હવન’ ફરજિયાત રૂપમાં હેાય છે. ભારતીય સંસ્કૃતિનાં પોષક પર્વની અને જયંતીની ઉજવણી પણ પ્રણાલિકાનુસાર પૂર્વ યેાજના કરી યથોચિત રૂપમાં ઉજવવામાં આવે છે. આધ્યાત્મિક એવં માનસિક ઘડતર સાથે શારીરિક વિકાસ શકય બને તદર્થ ધ્યાન, યોગ, વ્યાયામ, હોકી, ફુટબોલ, વેાલીબોલ, ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો…. ઈત્યાદિ રમતગમત અધિષ્ઠાતાની નિગાહ હેઠળ રમાડવામાં આવે છે. જિલ્લાના શિક્ષણખાતા તરફથી યોજાતા રમતોત્સવ-ખેલ મહાકુંભમાં પણ બ્રહ્મચારીઓ ઉત્સાહથી ભાગ લે છે.

સંસ્થા તરફથી અભ્યાસમાં નબળા જણાતા છાત્રોને અધ્યાપકો દ્વારા “વિશેષ શિક્ષણ” પણ આપવામાં આવે છે. સંસ્થાનાં પ્રોજેકટર દ્વારા રાષ્ટ્રજીવનને લગતાં માહિતી ચિત્રો તેમજ સંસ્કાર સભર ચિત્રપટ દર્શન (સિનેમા) પણ છાત્રોને બતાવવામાં આવે છે.

હાલમાં આશ્રમ ક્ષેત્રે :

૧. આશ્રમાધ્યક્ષ

૨. પાંચ અધિષ્ઠાતા

૩. પાંચ સેવકગણ કાર્ય કરે છે.